સોશિયલ મીડિયા આપણાં જીવનમાં જોડાણ અને માહિતી લાવવાનો શક્તિશાળી માધ્યમ છે, પરંતુ તેનું સત્ય ઘણીવાર આપણે જોઈ શકતા નથી. અહીં દેખાતું જીવન હંમેશા સાચું હોય એવું નથી. લોકો પોતાના જીવનના પસંદગીના પળો, સફળતા અને ખુશીના ક્ષણો જ શેર કરે છે, જ્યારે સંઘર્ષ, દુઃખ અને અસફળતા મોટાભાગે છુપાઈ જાય છે. પરિણામે, જોનાર વ્યક્તિને લાગે છે કે બીજાનું જીવન વધુ સારું છે.

     સોશિયલ મીડિયા પર મળતી લોકપ્રિયતા ઘણીવાર ખોટી માપદંડ પર આધારિત હોય છે. લાઈક, શેર અને ફોલોઅર્સને સફળતાનું માપ માનવામાં આવે છે, પરંતુ આ આંકડાઓ માણસની કાબેલિયત કે મૂલ્ય નક્કી કરતા નથી. આ તુલનાત્મક માહોલ માણસના મનમાં અસંતોષ, આત્મવિશ્વાસની કમી અને ચિંતા પેદા કરે છે.

    સતત સ્ક્રોલિંગ અને અપડેટ્સની આદત સમય અને ધ્યાન બન્નેને શોષી લે છે. શરૂઆતમાં મનોરંજન લાગતું સોશિયલ મીડિયા ધીમે ધીમે લત બની જાય છે, જેમાં વ્યક્તિ વાસ્તવિક જીવન કરતાં વર્ચ્યુઅલ દુનિયામાં વધુ સમય વિતાવે છે. પરિણામે સાચા સંબંધો, કામ અને આરોગ્ય પાછળ રહી જાય છે.

     સોશિયલ મીડિયાનું સત્ય એ છે કે તે એક સાધન છે, જીવન નહીં. જો તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ, તો તે શીખવા, જોડાવા અને પ્રેરણા મેળવવાનું માધ્યમ બની શકે છે. પરંતુ જો તેને જીવનનો આધાર બનાવી દઈએ, તો તે મનની શાંતિ અને સમય બંને છીનવી લે છે.

” સાચી સમજ એ છે કે સ્ક્રીન પર દેખાતી દુનિયા કરતાં આપણા આસપાસનું વાસ્તવિક જીવન વધુ મહત્વનું છે “

You cannot copy content of this page

Scroll to Top